Wednesday, 16 March 2016

Save Girl - Beti Bachao - Telefilm- દીકરી વ્હાલપ ની વેલ - ટેલીફિલ્મ બેટી બચાઓ

અનુરાગ કોમ્યુનીકેશન પ્રસ્તુત

ટાઈટલ : દીકરી વ્હાલપ ની વેલ - ટેલીફિલ્મ બેટી બચાઓ
વિષય : ટેલીફિલ્મ
પબ્લીશ : ૨૦૦૮
સંસ્થા : અનુરાગ કોમ્યુનીકેશન
રોલ : લેખક, નિર્માતા , પ્રોડ્યુસર




સમગ્ર ભારત દેશ નો સળગતો પ્રશ્ન "સ્ત્રીભ્રુણ હત્યા" અટકાવો . વસ્તી ગણતરી થતા દર હજારે પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળતો હતો. પેપરો , માસિકોમાં, ટીવી ન્યુઝ માં માના ગર્ભમાં જ દીકરીઓની હત્યા કરવાના કિસ્સાઓ સાંભળવા મળતા. કોઈવાર જન્મ બાદ દીકરીને ત્યજી દેવામાં આવતી. જંગલમાં, ખાડામાં, કચરાના ડબ્બામાં હત્યા કરેલી યાતો જીવતી દીકરીઓ મળી આવતી હતી. આ બધું વિચારી સરકારશ્રી સામાજિક સંગઠનો, સંસ્થાઓ વગેરે બેટી બચાઓ ના અભયાનો શરુ કર્યા. ડોકટરો પર સરકાર ની નજર રહેતી. સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવા પડયા. બેનરો લગાવવામાં આવતાં "અહી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું નથી "

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ ૨૦૦૮ નું વર્ષ બેટી બચાઓ વર્ષ ઉજવણી રૂપે આખા વર્ષ દરમિયાન "સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા" ઘણા કાર્યક્રમો થયા. સભાઓ પોસ્ટરો , મીટીંગો , ભવાઈ , નાટકો જેવા માધ્યમોથી પ્રચાર પ્રસાર કરી સમાજને જાગૃત કરવાનો એક સરસ પ્રયત્ન કરેલ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટ નું એક સરસ હોર્દીન્ગ્સ જાહેર જગ્યાએ મુકવામાં આવેલું. e હોર્દીન્ગ્સ માં લખેલું કે

"આપ મને વચન આપો કે હું દીકરીને અવતરતા અટકાવીશ નહી"

આ વાક્ય મેં ઘણી જગ્યાએ વાંચ્યું અને આ વાક્ય મારા દિલ ને સ્પર્શી ગયું અને ખુબજ વિચાર્યું પછી નિર્ણય કર્યો ગુજરાતી ટેલીફિલ્મ બનાવવાનો. પછીતો ન્યુઝપેપરો, માસિકો, દીકરીને લગતા પુસ્તકો મેળવ્યા, વાંચ્યા, દીકરીના કાર્યક્રમો  સંમેલનો બધામાં ભાગ લઇ સરકારશ્રી ના આરોગ્ય વિભાગ ના સંપર્ક માં રહી દીકરા દીકરી ના લેટેસ્ટ આંકડા મેળવ્યા અને બધું ભેગું કરી એક સરસ વાર્તા લખવાનું શરુ કર્યું. લખતા લખતા એમાંથી "દીકરી વ્હાલપ ની વેલ " નું સર્જન થયું.






તા ૨૦/૧૨/૨૦૦૮ ના રોજ "સન પ્લાઝા" વિદ્યુત બોર્ડ ની સામે સિદ્ધપુર ૧૦૦૦ મહિલાઓની હાજરીમાં રમીલાબેન ગાંધી (નિયામક શ્રી , યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર ), તાલુકા વિકાસ અધિકારી શ્રી સિદ્ધપુર અને અન્ય મહેમાનો સાથે "દીકરી વ્હાલપ ની વેલ " નું ઉદ્ઘાટન કર્યું. પછી પ્રોજેક્ટ૨ સ્ક્રીન, સાઊંડ સીસ્ટમ દ્વારા ગામડાઓમાં , સ્કુલોમાં શો ગોઠવી "સ્ત્રીભ્રુણ હત્યા અટકાવો" બેટી વધવો સમાજ બચાઓ અભિયાન ૨૦૦૮ થી શરુ થયું.










































અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806
















No comments:

Post a Comment