Wednesday, 16 March 2016

લોકજાગૃતિ અભિયાન બેટી બચાવો - Save Girl

આ સંસ્થા દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા ના હેતુથી બેટી બચાવોના અભિયાન અંતર્ગત માતૃવંદના કાર્યક્રમ સિદ્ધપુર માં ફિલ્મ શો-૩

સ્પોન્સર્ડ - જી.પં. પાટણ (આરોગ્ય વિભાગ)
- ગામ:કહોડા તાલુકો:ઊંઝા ફિલ્મ શો-૧

- ગામ: ચંદ્રાવતી તાલુકો:સિદ્ધપુર  ફિલ્મ શો-૧
સ્પોન્સર્ડ જે.કે.લક્ષ્મી સિમેન્ટ પ્રા.લી.

- અંબાજી પગપાળા યાત્રા અને મહામેળામાં ફિલ શો-૭ (૨૦૧૧)
સ્પોન્સર્ડ  જી.પં. બનાસકાંઠા (આરોગ્ય વિભાગ)

















- અનુરાગ કોમ્યુનીકેશન તથા એમ.એસ,ડબલ્યુ-બી.એસ.ડબલ્યુ. સાર્વજનિક કોલેજ મહેસાણાના સયુંકત ક્રમે એ.પી.એમ.સી. ઊંઝા સ્પોન્સર્ડ ઊંઝા તાલુકાના ૩૫ ગામોમાં લોકજાગૃતિ અભિયાન અને ફિલ્મ શો(૨૦૧૩)

વીર માંગડાવાળો અને સતી પદમાવતી

વીર માંગડાવાળો અને સતી પદમાવતી ની પ્રેમ કહાની ને સરસ રીતે રજુ કરતુ નાટક ૨૦૧૧ માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી નાં આર્થિક સહયોગ થી અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દિગ્દર્શક રશ્મીકાંત સુદ્રાસણા દ્વારા મહેસાણા જીલ્લામાં દસ (૧૦) શો ગોઠવવામાં આવ્યા.

ટાઈટલ : વીર માંગડાવાળો અને સતી પદમાવતી
વિષય : નાટક
પબ્લીશ : ૨૦૧૧
સંસ્થા : ગુજરાત રાજ્ય સંગીત અકાદમી ગાંધીનગર  સાથે અનુરાગ કોમ્યુનીકેશન
રોલ :દિગ્દર્શક




વીર માંગડાવાળો અને સતી પદમાવતી ની પ્રેમ કહાનીમાં બંનેની આંખો મળ્યા પછી બંને એકબીજાને મળતા હોય છે અને સાથે જીવવા મરવા ના કોલ આપે છે. એ દરમિયાન કાઠી લોકો માંગડાવાળાના મામા ને મારી નાખે છે. માંગડાવાળાની માતા માંગડાવાળાને મોસાળમાં મોટો કરતી હોય છે એના પિતાશ્રીને પણ કાઠી લોકોએ મારી નાખ્યા હોય છે. એ સમયે માંગડાવાળો નાનો હોય છે. હવે એ જુવાન થઇ ગયેલ છે. અને એના મામા ને કાઠી લોકોએ માર્યા પછી વેર લેવા ભરી સભામાં પાન નું બીડું ઉપાડી અને કાઠી લોકો ને લલકારે છે. અને યુદ્ધમાં પોતે ખપી જાય છે. e પછી પદમાવતી વિરહ માં ઝૂરતી રહે છે. માંગડાવાળો મર્યા પછી એનો આત્મા પદમાવતીમાં રહી જવાથી પોતે ભૂત બને છે.




એ પછી પદમાવતી ના ઘડિયા લગ્ન લેવાય છે. પદમાવતી ને પરણવા આવેલ વાર લૂલો લંગડો અને પાંગળો હોવાથી માંગડાવાળો આત્મારૂપી વર રાજાના શરીર માં પેસી પરણી જાય છે. પરણીને જાન વળતી વિસામો કરે છે. ત્યાં માંગડાવાળો એની જગ્યાએ જતો રહે છે. અને પદમાવતી પોતાનો પ્રાણ ત્યાગ કરી સતી બને છે.
આમ અમરેલીમાં વીર માંગડાવાળો અને સતી પદમાવતી ની પ્રેમ કહાનીની સત્ય ઘટના બનેલી છે. તમામ પ્રસંગોને વણી લેતું આ ભાતીગળ નાટક તુરી બારોટ જ્ઞાતિના કલાકારો દ્વારા ખૂબી પૂર્વક ભજવવામાં આવ્યું છે.





















અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806








Vanzara Vanzari no vesh - વણઝારા વણઝારી નો વેશ અને વહીવંચા લીપી

તુરી બારોટ સમાજ  નાટ્ય ભવાઈ કળા તથા વાદ્ય સંગીત સાથે જોડાયેલો સમાજ છે. આ સમાજ ભવાઈ વેશ ભજવવામાં ખુબ જ માહીર છે. ભવાઈ માં ઘણા વેશ આવે છે. એમાનો એક વેશ "વણઝારા વણઝારી નો વેશ અને વહીવંચા લીપી" નામે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા એક દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) ફિલ્મ બનાવેલ.

ટાઈટલ : વણઝારા વણઝારી નો વેશ અને વહીવંચા લીપી
વિષય : દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) ફિલ્મ
પબ્લીશ : ૨૦૦૯
સંસ્થા : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સાથે અનુરાગ કોમ્યુનીકેશન
રોલ : સંકલન - લેખક

આ વેશ માં વણઝારા વણઝારી રીસાવવું અને મનાવવું એ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. જયારે વર્ષો પેહલા ટ્રાવેલ્સ એજન્સીઓ નહોતી ત્યારે માલ ની હેરફેર માટે ખુબજ તકલીફ પડતી e સમયે  વણઝારા સમાજ ના લોકો માલની પોઢો ભરી ઊંટ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ને પહોચાડતા.
વણઝારા છ-છ, બાર -બાર મહીને ઘરે આવતાં.વણઝારી એકલી ઘરે પોતાના પીયુની વાટ જોતી ઝૂરતી હોય છે. વણઝારો હાજર ણ હોવાથી વાણીયાને ત્યાં પોતે ઘર ની વસ્તુઓ લાવે છે અને વણઝારો આવશે ત્યારે પૈસા આપી દેશે એવો વાયદો કરે છે.



વણઝારો ઘરે આવવાનો હોય છે e સમયે પોતે સપનામાં વિચારે છે. કે મારો વણઝારો આવશે ત્યારે મને ટીલડી કાંસકી બબ્બે જોડ લઇ આપશે. વણઝારો  આવે છે. એમના રીવાજ પ્રમાણે એ રામ રામ કરવા નથી જતી વણઝારો  બોલાવે છે. આ બધી વાતો ને લઇ વણઝારા-વણઝારીનો વેશ ગીતોની રમઝટ સાથે ખુબજ જોવાલાયક છે.

તુરી બારોટ સમાજના લોકો વહીવંચા બારોટો પણ કહેવાય છે. પહેલાના સમયમાં પેઢીના નામ લખવા અને બરોટાઈ કરવી એ મુખ્ય ધંધો હતો. અને ચોપડામાં લખાતી એ ભાષાને બોડીયા અક્ષર કહેવાતા. આમ પેઢીની વંશાવલી લખતો આ સમાજ વર્ષોથી ચાલી આવતી બાપ દાદા ની પેઢી ને પોતાના ચોપડામાં લખતો અને એમાં વપરાતી ભાષાને વહીવંચા લીપી કહેતા અને એ લીપી ફક્ત તુરી બારોટ જ વાંચી શકતા.



આમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર  પ્રસ્તુત સરસ દસ્તાવેજી ફિલ્મ ૨૦૦૯ માં તુરી બારોટ જ્ઞાતિના કલાકારો દ્વારા જ બનાવવામાં આવેલ છે.


અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806




Save Girl Worksho by CFAR બેટી બચાઓ વર્કશોપ


૧ થી ૩ જુન ૨૦૧૧ હોટલ મેપલ અભય , જોધપુર રાજસ્થાન ઓર્ગેનાયઝર બાય CFAR (સિફાર) સપોર્ટ બાય ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બેટી બચાઓ અંતર્ગત ત્રણ દિવસ વર્કશોપમાં ભાગ લીધો.

૨૫ થી ૨૮ જુલાઈ ૨૦૧૧ હોટલ હોલીડે ઇન જયપુર રાજસ્થાન ઓર્ગેનાયઝર બાય CFAR (સિફાર) સપોર્ટ બાય ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બેટી બચાઓ અંતર્ગત ત્રણ દિવસ વર્કશોપમાં ભાગ લીધો.












અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806

world woman day - વિશ્વ મહિલા દિન

૮ માર્ચ ૨૦૧૦ વિશ્વ મહિલા દિન નિમિત્તે તા.૧૧-૩-૨૦૧૦ સિદ્ધપુર અને તા. ૧૨-૩-૨૦૧૦ ઊંઝા ગાયનેક ડોક્ટરશ્રીઓને નાની દીકરીઓ દ્વારા ગુલાબ નું ફૂલ આપી "અમને બચાઓ " એવો કાર્યક્રમ આપ્યો. જેનું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર તરફથી પ્રમાણપત્ર મળેલું.









અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806


કલાકારો નો સન્માન સમારોહ - Anurag Communication


તુરી બારોટ જ્ઞાતિના કલાકારો જે ગુજરાતી ફિલ્મ તથા ગાયક તરીકે પહોંચ્યા હોય એવા કલાકારો નો સન્માન સમારોહ માં શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપ્યા.






૮ માર્ચ ૨૦૧૦ વિશ્વ મહિલા દિન નિમિત્તે તા.૧૧-૩-૨૦૧૦ સિદ્ધપુર અને તા. ૧૨-૩-૨૦૧૦ ઊંઝા ગાયનેક ડોક્ટરશ્રીઓને નાની દીકરીઓ દ્વારા ગુલાબ નું ફૂલ આપી "અમને બચાઓ " એવો કાર્યક્રમ આપ્યો. જેનું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર તરફથી પ્રમાણપત્ર મળેલું.

અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806

Save Girl - Beti Bachao - Telefilm- દીકરી વ્હાલપ ની વેલ - ટેલીફિલ્મ બેટી બચાઓ

અનુરાગ કોમ્યુનીકેશન પ્રસ્તુત

ટાઈટલ : દીકરી વ્હાલપ ની વેલ - ટેલીફિલ્મ બેટી બચાઓ
વિષય : ટેલીફિલ્મ
પબ્લીશ : ૨૦૦૮
સંસ્થા : અનુરાગ કોમ્યુનીકેશન
રોલ : લેખક, નિર્માતા , પ્રોડ્યુસર




સમગ્ર ભારત દેશ નો સળગતો પ્રશ્ન "સ્ત્રીભ્રુણ હત્યા" અટકાવો . વસ્તી ગણતરી થતા દર હજારે પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળતો હતો. પેપરો , માસિકોમાં, ટીવી ન્યુઝ માં માના ગર્ભમાં જ દીકરીઓની હત્યા કરવાના કિસ્સાઓ સાંભળવા મળતા. કોઈવાર જન્મ બાદ દીકરીને ત્યજી દેવામાં આવતી. જંગલમાં, ખાડામાં, કચરાના ડબ્બામાં હત્યા કરેલી યાતો જીવતી દીકરીઓ મળી આવતી હતી. આ બધું વિચારી સરકારશ્રી સામાજિક સંગઠનો, સંસ્થાઓ વગેરે બેટી બચાઓ ના અભયાનો શરુ કર્યા. ડોકટરો પર સરકાર ની નજર રહેતી. સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવા પડયા. બેનરો લગાવવામાં આવતાં "અહી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું નથી "

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ ૨૦૦૮ નું વર્ષ બેટી બચાઓ વર્ષ ઉજવણી રૂપે આખા વર્ષ દરમિયાન "સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા" ઘણા કાર્યક્રમો થયા. સભાઓ પોસ્ટરો , મીટીંગો , ભવાઈ , નાટકો જેવા માધ્યમોથી પ્રચાર પ્રસાર કરી સમાજને જાગૃત કરવાનો એક સરસ પ્રયત્ન કરેલ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટ નું એક સરસ હોર્દીન્ગ્સ જાહેર જગ્યાએ મુકવામાં આવેલું. e હોર્દીન્ગ્સ માં લખેલું કે

"આપ મને વચન આપો કે હું દીકરીને અવતરતા અટકાવીશ નહી"

આ વાક્ય મેં ઘણી જગ્યાએ વાંચ્યું અને આ વાક્ય મારા દિલ ને સ્પર્શી ગયું અને ખુબજ વિચાર્યું પછી નિર્ણય કર્યો ગુજરાતી ટેલીફિલ્મ બનાવવાનો. પછીતો ન્યુઝપેપરો, માસિકો, દીકરીને લગતા પુસ્તકો મેળવ્યા, વાંચ્યા, દીકરીના કાર્યક્રમો  સંમેલનો બધામાં ભાગ લઇ સરકારશ્રી ના આરોગ્ય વિભાગ ના સંપર્ક માં રહી દીકરા દીકરી ના લેટેસ્ટ આંકડા મેળવ્યા અને બધું ભેગું કરી એક સરસ વાર્તા લખવાનું શરુ કર્યું. લખતા લખતા એમાંથી "દીકરી વ્હાલપ ની વેલ " નું સર્જન થયું.






તા ૨૦/૧૨/૨૦૦૮ ના રોજ "સન પ્લાઝા" વિદ્યુત બોર્ડ ની સામે સિદ્ધપુર ૧૦૦૦ મહિલાઓની હાજરીમાં રમીલાબેન ગાંધી (નિયામક શ્રી , યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર ), તાલુકા વિકાસ અધિકારી શ્રી સિદ્ધપુર અને અન્ય મહેમાનો સાથે "દીકરી વ્હાલપ ની વેલ " નું ઉદ્ઘાટન કર્યું. પછી પ્રોજેક્ટ૨ સ્ક્રીન, સાઊંડ સીસ્ટમ દ્વારા ગામડાઓમાં , સ્કુલોમાં શો ગોઠવી "સ્ત્રીભ્રુણ હત્યા અટકાવો" બેટી વધવો સમાજ બચાઓ અભિયાન ૨૦૦૮ થી શરુ થયું.










































અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806